માળિયા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સત્ય સાંઈ સ્કૂલ વિજેતા




જીલ્લા રમત ગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકા કક્ષા શાળાકીય અન્ડર ૧૭ ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન સત્ય સાંઈ સ્કૂલ પીપળીયા ખાતે કરવામાં આવ્યું હતું
જે કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓની છ ટીમ અને બહેનોની ત્રણ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ભાઈઓની ટીમમાં સત્ય સાંઈ સ્કૂલ પ્રથમ નંબરે, કેપી હોથી વિદ્યાલય સરવડ દ્વિતીય ક્રમે અને ત્રીજા નંબરે મોટી બરારની મોર્ડન સ્કૂલ રહી હતી જે જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ છે જે બદલ વિજેતા ટીમોને અભિનંદન પાઠવ્યા હતા



