


તાજેતરમાં માર્ચ ૨૦૧૭ માં લેવાયેલ ધોરણ ૧૦ નીં પરીક્ષામાં મોરબીની પૂર્વીબેન હેમંતભાઈ ડાભીએ ૯૫.૩૩ ટકા અને ૯૯.૯૭ પીઆર મેળવીને ગુજરાત બોર્ડમાં ત્રીજા ક્રમ પ્રાપ્ત કરેલ છે.ઓમ શાંતિ વિદ્યાલયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. અભ્યાસમાં સખત મહેનત કરીને તેને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેના પિતા સિરામિક ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ડાભી પૂર્વીએ આ સફળતા મેળવીને ઓમ શાંતિ વિદ્યાલય અને સતવારા સમાજનું ગૌરવ વધાર્યું છે.

