પરિણીતાને ત્રાસ આપી મરવા મજબુર કરનાર પતિ સામે સસરાની ફરિયાદ

હળવદના રાતાભેર ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.જે મામલે મૃતક પરિણીતાના પિતાએ જમાઈ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપીને મરવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે.

હળવદના રાતાભેર ગામે ગત તા. ૧૮ના રોજ બીનાબેન ઇન્દરિયાએ ગળાફાંસો ખાઈ આપઘાત  કર્યો હતો જે મામલે પરીણીતાના પિતા પ્રેમજીભાઈ મોહનભાઇ ડાંગરોચાએ પરિણીતાના પતિ દશરથભાઈ દિનેશભાઇ ઇન્દરિયા સામે તેમની દીકરીને નાની નાની બાબતોમાં માનસિક અને શરીરીક ત્રાસ આપવામાં આવતો હોય જેથી કંટાળી જઈને તેણીએ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોધાવી છે.હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat