માળિયા મિયાણા તાલુકામાં નર્મદા રથને લઇને સરપંચોએ વિરોધ નોંધાવ્યો

ગુજરાત સરકાર હાલ ગુજરાત ના દરેક જીલ્લામાં નર્મદા રથનુ આયોજન કર્યુ છે મોરબી જીલ્લામાં હાલ ટંકારા હળવદ માળિયા અને મોરબી જીલ્લામાં રથને લઇને સરકારી તંત્ર દ્વારા રથયાત્રા અને રુટના આયોજન માટે મિટિંગોના દોર ચાલુ છે આવીજ મિટિંગ આજ રોજ ડીડીઓ ગોવાણી સાહેબની અધ્યક્ષતામાં માળિયા મીયાણા ખાતે તાલુકા પંચાયતે યોજાઇ હતી અને રથના સ્વાગત તથા રુટને લઇને સરપંચોને ઉપસ્થિત રહેવા જણાવ્યુ હતુ તે દરમિયાન સરપંચોની મિટિંગ ચાલુ થઈ હતી ડીડીઓ એ રથયાત્રાના રુટની માહિતી પીરસી રહ્યા હતા તે દરમિયાન સરપંચો માંથી જીણો જીણો ગણગણાટ ચાલુ થવા લાગ્યા હતા સમય જતા સરપંચોએ રથયાત્રાને લઇને ભારે રોષ પુર્વક અધિકારીઓ પાસે સામે પ્રશ્નો ઉભા કર્યા હતા જેમા આ રથયાત્રા આવવાથી આમ જનતાને શુ ફાયદો ? અમારા તાલુકામાં હજી કોઈ ખેતી માટે સિંચાઇ સુસુવિધાઓ નથી હાલ પાકવિમો પણ આ તાલુકાને નથી ચુકવાયો સાથે ગામે ગામના રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓ જેવા પ્રશ્નો ઊભા કરી આ રથયાત્રાનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ તેવુ એક જ શુરમાં જણાવતા રીતસરના અધિકારીઓ સરપંચો ની માંગણીઓ અને રોષને જોઇને અધવચ્ચે મિટિંગ છોડી ભાગવા મજબૂર બન્યા હતા સરપંચોએ સ્થળ ઉપર જ લેખિત બહિષ્કારની તૈયારીઓ દેખાડી હતી

Comments
Loading...
WhatsApp chat