Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ઉંચી માંડલ ગામના સરપંચે ઝાડું પકડ્યું, આમ આદમી પાર્ટીમાં જોડાયા

આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણી પૂર્વે ગુજરાતમાં વિકલ્પ બનવા માટે આમ આદમી પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે જેમાં વિવિધ આગેવાનોને પાર્ટીમાં જોડવાની કવાયત અંતર્ગત ઉંચી માંડલ ગામના સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

મોરબીના ઉંચી માંડલ ગામના સરપંચ પરમાર ટપુભા માવુભા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આપ જીલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, તાલુકા સરપંચ એસોના પ્રમુખ પ્રફુલભાઈ હોથી, જેતપર સરપંચ નીલેશભાઈ અઘારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉંચી માંડલ ગામના સરપંચને પાર્ટીમાં આવકાર્યા હતા

Comments
Loading...
WhatsApp chat