ટંકારાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સરપંચ એસોની વિશાલ રેલી, જુઓ વિડીયો

રાજ્ય સરકાર દ્વારા ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ત્રણ તાલુકાઓનો સમાવેશ કરાયો છે જોકે મોરબી અને ટંકારા પંથકને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે આજે ટંકારા તાલુકા સરપંચ એસો દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું

જે રેલીમાં તાલુકાના તમામ ગામના સરપંચ અને ખેડૂતો જોડાયા હતા આવેદન પાઠવીને માંગ કરી હતી કે ચાલુ વર્ષે નહીવત વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિ છે અને ખેડૂતોનો કપાસ તેમજ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ થયો અને બાદમાં બીજો વરસાદ ૪૦ દિવસના અંતરે પડ્યો હતો અને ત્યારબાદ વરસાદ ના થતા વાવેતર નિષ્ફળ ગયું છે જેથી તાનાકરા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે તો ૧૫ દિવસ બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે તો ટંકારા મામલતદારે સરપંચો અને ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી

સરપંચ એસોની રેલીનો વિડીયો…..

Comments
Loading...
WhatsApp chat