



હળવદ પંથકમાં સરકારી અનાજનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં સરકારી અનાજ બારોબાર વેચવાના ષડયંત્રનો એસઓજી ટીમે પર્દાફાશ કરીને અનાજનો જથ્થો ઝડપી લીધો છે પાંચ લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપી વધુ તપાસ આદરી છે
હળવદ પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી કડિયાણા ગામે સસ્તા અનાજના વેપારીને મોકલવામાં આવેલો ઘઉં અને ચોખાનો જથ્થો દુકાને પહોંચવાને બદલે સીધો જ હળવદ માળીયા રોડ પર આવેલ કારખાનામાં મોકલવામાં આવતો હોય જે અનાજ કૌભાંડનો એસઓજી ટીમે પર્દાફાશ કર્યો હતો અને દરોડો કરીને અનાજ ભરેલ ટ્રક ઝડપી છે
આ કૌભાંડમાં ૧૮૫ ગુણી ઘઉં અને ૩૫ ગુણી ચોખા તેમજ ટ્રક સહિતનો મુદામાલ કબ્જે લીધો છે અને બનાવને પગલે મામલતદાર દોડી ગયા છે અને વધુ તપાસ ચલાવી છે



