હળવદમાં સરદાર જયંતિની ઉજવણી કરાઈ

હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપ દ્વારા લોખંડી પુરુષ અને જેમને તમામ રજવાડા ને એક કરી અને ભારત દેશ માટે જે કાર્ય કર્યું છે તેને દેશ વશીઓ હજી ભૂલી શક્યા નથી અને સરદાર સાહેબ ના દેશપ્રેમ અને સરદાર સાહેબ ની કામ કરવાની આગવી શૈલી તે કરોડો યુવાનો માટે પ્રેરણારૂપ છે ત્યારે આજે સરદાર સાહેબ ની 142 મી જન્મજયંતી ની ઉજવણી હળવદ ના હાડ સમાં સરાનાકા ખાતે પરમ પૂજનીય સરદાર સાહેબ ના ફોટા ને ફુલ નો હાર પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ કાર્યક્રમ સૌ નગરજનો અને કાર્યકરો એ ભારત માતા કી જય , વંદે માતરમ , જય સરદાર … જય જય સરદાર ના નારા લગાવ્યા હતા… અને સૌ એ રાષ્ટ્ર લોખંડીપુરુષ સરદાર સાહેબ ની જન્મજયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમ માં રાજ્ય ના પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રી જયંતીભાઈ કવાડિયા , ઘનશ્યામભાઈ ગોહિલ , વલ્લભભાઈ પટેલ , અજયભાઈ રાવલ , રણછોડભાઈ દલવાડી , દાદાભાઈ ડાંગર તપનભાઈ દવે , સંદીપભાઈ પટેલ , રમેશભાઈ ભગત , નવીનભાઈ ઠાકોર , જયેશભાઇ પટેલ સહિત શહેર ના સૌ નાગરિકો એ અને કાર્યકર્તા મિત્રો એ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat