Billboard ad 1150*250

મોરબીમાં સમસ્ત મોચી સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

0 52
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

 દર વર્ષની જેમ આ વર્ષે પણ જાગાસ્વામિ મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત મોરબીનાં સન્માન સમારંભમાં મોચી સમાજ મોરબીના જ્ઞાતિ અગ્રણીઓ અને દાતાઓ શ્રી લલિતાબેન વી. રાઠોડ, નંદલાલ એન. પરમાર, પંકજભાઈ એસ.ચૌહાણ, નિતિનભાઈ પી. રાઠોડ, ભાવેશભાઈ આર. રાઠોડ, અનિલભાઈ એન.ચૌહાણ અને જ્ઞાતિના તમામ દાતાઓના સહયોગથી ધોરણ 1થી 12માં પ્રથમ, દ્રીતીય અને તૃતિય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સ્કુલ બેગ, ફુલસ્કેપ નોટબુક, કંપાસ, લંચબોક્ષ, બોલપેન, મેડલ અને અન્ય પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવશે.

આ સાથે જ સમસ્ત મોચી સમાજ મોરબીના દામજી ભગત, મોચી જ્ઞાતિ મોરબીનાં પ્રમુખ નટરવરલાલ ચૌહાણ તેમજ ટંકારા મોચીજ્ઞાતિના અગ્રણીય નંદલાલભાઈ પરમાર તેમજ મોચીજ્ઞાતિના અગ્રણિય પ્રદિપભાઈ વાળા સહિત અન્ય મોચીજ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે  સમગ્ર આયોજનને સફળ બનાવવા જાગાસ્વામિ મિત્ર મંડળ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ નાગર, નાથાભાઈ ઝાલા, કાંતિલાલ રાઠોડ, દિલિપભાઈ પરમાર  તેમજ જાગાસ્વામિ મિત્રમંડળ યુવા ટીમ સહિતના આગેવાનોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat