Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી રાજપૂત સમાજ દ્વારા તા. ૨૯ ને રવિવારના રોજ બપોરે ૦૧ : ૩૦ કલાકે ત્રિમંદિર, નવલખી રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર અને સ્મૃતિચિન્હ અપર્ણ કરીને સન્માનિત કરવામાં આવશે

રાજપૂત સમાજના વિદ્યાર્થી સન્માન સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર, ભાજપ અગ્રણી આઈ.કે.જાડેજા, કચ્છ રાજપૂત સમાજ અગ્રણી વીરેન્દ્રસિંહ જાડેજા, વાસુદેવસિંહ ગોહિલ, મોરબી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર જી.પી. ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે સમારોહને સફળ બનાવવા માટે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat