


મોરબીના આમરણ ગામે વિદ્યાર્થી સન્માન સમારોહ રવિવારે યોજવામાં આવ્યો હતો જેમાં ૪૦૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આમરણ ગામે આવેલા માલાભાઈ લખુભાઈ પરમાર સ્મૃતિ હોલ દ્વારા મોરબી, ટંકારા અને જોડિયા તાલુકાના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમ સરસ્વતી સન્માન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ગોવિંદભાઈ દનીયા તેમજ લેખક અને મોટીવેશન સ્પીકર એવા ડો. ભાણજીભાઈ સોમૈયા અને જયદેવ બાપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તેમજ ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

