

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા. ૧૬ ને રવિવારે બપોરે ૦૨ : ૩૦ કલાકે મહેન્દ્રસિંહજી ટાઉન હોલ મોરબી ખાતે નવમો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં મોરબી જીલ્લા વિસ્તારના સમસ્ત આહીર સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે
સરસ્વતી સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાને મોરબી આહીર સમાજના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહંત જગન્નાથ મહારાજ, રજીસ્ટ્રાર ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ ગાંધીનગરના જયશ્રીબેન કુંડારિયા, મહંત ભાવેશ્વરીબેન, ચંદુભાઈ હુંબલ, વાંકાનેર સીટી પીઆઈ બી. ટી વાઢીયા, આપાભાઈ કુંભરવાડિયા અને દેવાભાઈ અવાડીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
સમારોહને સફળ બનાવવા મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર અને મંત્રી મયુરભાઈ ગજીયા સહિતના હોદેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે



