સાર્થક વિદ્યામંદિરને સંસ્કૃત ભારતી તરફથી સંસ્કૃત ક્ષેત્રે સન્માન



સંસ્કૃત ભારતી દ્વારા લેવાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ઉત્તમ કામગીરી કરનાર મોરબીની સાર્થક વિદ્યા મંદિરની પસંદગી કરવામાં આવી હતી અને મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળાને આજે જીલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે સન્માન એનાયત કરાયું હતું
માળિયા ખાતે ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્કૃત શિક્ષણ ક્ષેત્રે સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લને સન્માન પ્રાપ્ત થયું છે સંસ્કૃત ભરતી તરફથી મોરબી જીલ્લા કલેકટરના હસ્તે સાર્થક વિદ્યામંદિરને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ ત્યારે આ પ્રસંગે સંસ્થા અગ્રણી કિશોરભાઈ શુક્લએ કલેકટર તેમજ જીલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.