


સંસ્કૃત શીખવા માટે મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા દર રવિવારે વર્ગ શરુ થનાર છે આ વર્ગ આવતીકાલથી શરુ થનાર છે.જેમાં જોડવા ઈચ્છતા સંસ્કૃત પ્રેમીઓએ મોરબી જીલ્લા સંયોજક અને સહ સંયોજકનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
સંસ્કૃતએ દેવ ભાષા છે ત્યારે ભારતીય સંસ્કૃતિએ વેદ આધારિત છે.તો ભારતમાં જ સંસ્કૃત ભાષામાં અગ્રણી ભાષા છે.દરેક નાગરિક સંસ્કૃત બોલી સકે અને સમજી શકે તે માટે અનેક સંસ્થાઓ પ્રવુતિ કરી રહી છે ત્યારે મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત શીખવા માટે સર રવિવારે સાંજના ૪ થી ૬ સૌરાષ્ટ્ર વિભાગના પ્રતિનીધી મુકેશભાઈ ઇઢાંરિયાના માર્ગદર્શન હેઠળ એક વર્ગ શરુ કરવામાં આવનાર છે.આ વર્ગ આવતીકાલથી શરુ થનાર છે.જે શિશુ મંદિર નવા બસ સ્ટેન્ડ સામે શરુ થશે.આ વર્ગમાં જોડવા ઈચ્છતા સંસ્કૃત પ્રેમીઓએ જીલ્લા સંયોજક કીશોર શુકલ ૯૮૨૫૭ ૪૧૮૬૮ અને જીલ્લા સહસંયોજક મયુર શુક્લ ૯૮૨૫૬ ૩૩૧૫૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

