

મોરબીના માધાપર વાડીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તેવા પેડનું વિતરણ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું ત્યારે શાળા પરિવારે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.
ભારતીય સંસ્કૃતિમાં દાનનું અનેરું મહત્વ છે તો સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે કોઈને રોટીનો ટુકડો ના આપો પરંતુ રોટી કમાતા શીખવો મતલબ કે તેણે શિક્ષણ માટે સહાય કરો આમ શિક્ષણની સહાય અને દાન સૌથી ઉત્તમ દાન ગણવામાં આવે છે ત્યારે શહેરની માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળામાં પરમાર ભુરજીભાઈ દયારામભાઈ બોરિયાપતિ વાળા દાતા તરફથી ૧૫૦ વિદ્યાર્થીઓને સન્માઈકા પેડ વિતરણ કરવામાં આવ્યા હતા તો શાળાના વિદ્યાર્થીઓના ચહેરા પણ અનેરી ભેટથી ખીલી ઉઠ્યા હતા આ પ્રસંગે દિનેશભાઈ વડસોલા અને શાળા પરિવારે દાતાનો આભાર વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી