મોરબી જીલ્લા નોટરી એસોના પ્રમુખ તરીકે સંજયસિંહ ઝાલાની વરણી



મોરબી જીલ્લા નોટરી એસોના હોદેદારોની વરણી કરવા માટે તાજેતરમાં બેઠક મળી હતી જેમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી તે ઉપરાંત જીલ્લા નોટરી એસોના બંધારણને નક્કી કરવામાં આવ્યું છે
જેમાં મોરબી જીલ્લા નોટરી એસો પ્રમુખ તરીકે સંજયસિંહ એ ઝાલાની વરણી કરવામાં આવી છે જયારે ઉપપ્રમુખ તરીકે રામદેવસિંહ આર જાડેજા અને સેક્રેટરી તરીકે કમલાબેન ડી મુછડિયાની વરણી કરવામાં આવી છે એસો નોટરી હિત અને નોટરીને થતા અન્યાય સામે કામ કરશે અને નોટરીના વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે તેવા એસોના પ્રમુખે જણાવ્યું હતું