મોરબીમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ રીલીઝ નહિ થવા દઈએ : રાજપૂત સમાજ

ફિલ નિર્દેશક સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલ પદ્માવતી ફિલ્મનો રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ રાજસ્થાનમાં ફિલ્માં શૂટિંગ વેળાથી શરુ થયેલો વિવાદ શમવાનું નામ લેતો નથી અને ફિલ્મ રીલીઝ વેળાએ પણ જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નહેરુ ગેઇટ ચોક ખાતે સંજય લીલા ભણસાલીના પુતળાનું દહન કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ હાય હાયના નારા લગાવ્યા હતા અને મોરબીના થીયેટરમાં ફિલ્મ રીલીઝ નહિ થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આમ છતાં ફિલ્મ રીલીઝ કરાય તો પણ ફિલ્મ ચાલવા નહિ દેવાય તેમ પણ રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat