મોરબીમાં કુરિવાજોને તિલાંજલી સાથે સમૂહ લગ્નોસ્ત્વ યોજાયા

મોરબીમાં વડવાળા યુવા સંગઠન આયોજિત સમૂહલગ્નમાં સમાજની ૧૪ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. જેને આશીવચન પાઠવવા માટે સમાજના ધર્મગુરુ કનીરામદાસ મહારાજ, વડવાળા મંદિર રામબાળક દાસ અને બંસીદાસ બાપુ સાથે રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી. સમૂહલગ્નોત્સવના પ્રારંભે સર્કીટ હાઉસથી શોભાયાત્રા ધર્મગુરુની આગેવાનીમાં યોજવામાં આવી હતી જેમાં હાથી, ઊંટ અને ઘોડા ઉપરાંત ૫૦૦ બુલેટમાં રબારી સમાજના યુવાનો ભાતીગળ પહેરવેશ સાથે જોડાયા હતા તો ઉમિયા સર્કલથી સમૂહલગ્નના સ્થળ સુધી હુડોની રમઝટ બોલાવીને સંસ્કૃતિની ઝાંખીના દર્શન પણ કરાવવામાં આવ્યા હતા. ભવ્ય આયોજન સાથે સમાજની ૧૪ દીકરીઓને તમામ કરિયાવરની ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.તો સમૂહ લગ્નમાં લાજ કાઢવાની પ્રથા દુર કરવનો પ્રયાસ કરવામાં આવ્ય હતો

Comments
Loading...
WhatsApp chat