મોરબી વડવાળા યુવા સગઠન દ્વારા યોજાશે અનોખા સમુહલગ્ન

સમાજથી કુરિવાજો દુર કરવા માટે કરાશે પ્રયાસો : દેવેન રબારી

મોરબીમાં વડવાળા યુવા સંગઠન આયોજિત તૃતીય સમૂહલગ્નોત્સવમાં સમાજની ૧૪ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે જે અગે માહતી આપતા આયોજક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવનાર છે જેમાં સમૂહલગ્નોત્સવની શરૂઆત સર્કીટ હાઉસથી ૫૦૦ વાહનોની રેલી સાથે કરવામાં આવશે જેમાં ૫૦ બુલેટમાં યુવાનો રબારી સમાજના ભાતીગળ પહેરવેશ સાથે જોડાશે તો ઉમિયા સર્કલથી સમૂહલગ્ન સ્થળ સુધી હુડો રાસની રમઝટ જામશે જેમાં હાથી,ઘોડા, ઊંટ અને ગાયોને શણગારીને શોભાયાત્રામાં જોડવામાં આવશે. શોભાયાત્રા સમાજના ધર્મગુરુ કનીરામદાસ મહારાજની આગેવાનીમાં યોજાશે. સમૂહ લગ્ન નિમિતે ૫૦ ગામોમાં ૧૦૦-૧૦૦ વૃક્ષોના વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે તેમજ સમૂહલગ્નોત્સવમાં પધારનાર તમામ મહેમાનોને સમાજ માટે આસ્થાના પ્રતિક સમાન બોનસાઈ પ્લાન્ટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.તો વધુમાં તેમેણ કહ્યું હતું કે સમાજમાં જે કુરિવાજો નાબુદ કરવા માટે પ્રયાસ કર્યો છે જેમાં દેહજ દઈને દીકરી પરણાવી અને સાથે સાથે લાજ કાઢવાની જે પ્રથા છે તે પણ ઓછી થાય તેવું પણ પ્રયાસો કરશું

Comments
Loading...
WhatsApp chat