



મોરબીના સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા ને માહિતી મળી હતી કે મોરબીના રેલ્વે સ્ટેસન રોડ પર એક બાળક અને એક બાળકી અને નિરાધાર છે અને તે ભિક્ષા માગી ને જીવન વિતાવે છે અને બને ની આગળ પાછળ કોઈ નથી એટલે તેમેણ રંજનબેન મકવાણા એ રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના વડા કનકસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ એ- ડીવીઝન ના પી.આઈ. વી.વી.ઓડેદરા , ભાનુભાઈ બાલાસરના અને સમાજ સુરક્ષા વિભાગના સમીરભાઈ સાથે રાખી સ્ટેસન રોડ પર તપાસ કરતા લગભગ ૧૩ વર્ષનો બાળક મળી આવ્યો જે આખો દિવસ ભિક્ષા માગી અને જીવન ચલાવતો તો અને તેના પરિવારમાં બીજું કોઈ ન હોવાથી સમાજ સુરક્ષા વિભાગ અધિકારી તેને પૂછ્યું તું કેમ આવું કરશે તને સ્કુલ જવું નથી ગમતું ત્યારે તેને કહ્યું કે મને અભ્યાસ કરવું અને ક્રિકેટ ,ફૂટબોલ રમવું ગમે પણ મારી પાસે આવું કઈ છે નહી એટલે હું તું આવી રીતે જીવું છું અને બીજી જડેશ્વર મંદિર નજીક એક દીકરી જેની ઉમર લગભગ ૧૨ વર્ષ છે તે પણ આવી રીતે ભિક્ષા માગી જીવન જીવતી એને અભ્યાસ કરતા સિલાઈ , ડ્રોઈંગ અને ઈતર પ્રવુંતીમાં રસ બતાવ્યો હતો અને સમાજ સુરક્ષા વિભાગે બને બાળકો કબજો લઇ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મંજુરી લઇ ને બને બાળકોને રાજકોટ સ્પેશ્યલ હોમ ફોર બોયઝ અને ગલ્સ માં મુકવામાં આવ્યા હતા જેમાથી ૧૩ વર્ષના બાળકને આવતીકાલે અભ્યાસ માટે સ્કુલમાં એડમીશન પણ કાર્યવહી હાથ ધરવામાં આવશે આમ સમાજ સુરક્ષા વિભાગે ૨ બાળકોને જીવન ધોરણ સુધરવા માટે સારો પ્રયાસ કર્યો છે

