વાંકાનેરના લુણસર ગામના વતનીને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત




જીતેન્દ્ર પટેલના જીવનચરિત્રના પુસ્તક “જેઓ જીવન સાર્થક કરી ગયા” ને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તાજેતરમાં અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા અને યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ૫૧ મહાપુરુષોના જીવનચરિત્રો આપવામાં આવ્યા છે. જીતેન્દ્ર પટેલ વાંકાનેર તાલુકાના લુણસર ગામના વતની છે જેઓ હાલ અમદાવાદમાં વસે છે જેના ૪૦ થી વધારે પુસ્તકો પ્રકાશિત થયા છે.

