


દેશના ઉત્તરપ્રદેશ રાજ્યમાં સહારનપુરમાં અનુસુચિત જાતીનાં નાગરિકો પર સામંત શાહી ગુંડા દ્વારા જુલમ,અમાનવીય અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.તેમજ ઉત્તરપ્રદેશના અન્ય વિસ્તારોમાં પણ કાનૂની વ્યવસ્થા ભાંગી પડી છે.આ સ્વયમ સૈનિક દળ દ્વારા મોરબી જીલ્લા કલેકટર તથા રાષ્ટ્પતિને ન્યાયિક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટે આવેદન આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ રાજ્યના સહારનપુર ખાતે અનુસુચિત જાતિના નિર્દોષ નાગરિકો પર થયેલા અત્યાચાર તેમજ રહેણાંક મકાનો સળગાવી દેવાની ધટના બની હતી.જે સમાંત શાહી ગુંડાઓ દ્વારા સમાજમાં આ પ્રકારની અરાજકતા ઉભી કરવામાં આવી રહી છે.જેના કારણે અનુસુચિત જાતિના પરિવારો આ દેશમાં ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે આથી સ્વયમ સૈનિક દળ દ્વારા ભારતના રાષ્ટ્પતિ તથા મોરબી જીલ્લા સ્વયમ સૈનિક દળ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.તેમજ સ્વયમ સૈનિક દળ દ્વારા દોષિતો સામે વહેલી તકે કડક કાર્યવાહી કરી તેને યોગ્ય સજા કરવામાં આવી હતી.

