મોરબી સબ જેલમાં કેદ હળવદના ધારાસભ્ય સાબરીયાને તાવ અને શરદી

સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા

મોરબી જીલ્લામાં ચકચારી બનેલા નાની સિંચાઈ કોભાંડ યોજનામાં લાંચ કેસમાં હળવદના ધારાસભ્યની ધરપકડ થયા બાદ ધારાસભ્યને મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત ખરાબ હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા

મોરબી જીલ્લામાં કરોડોના કોભાંડ પ્રકરણમાં લાખનો લાંચ માંગવાના કેસમાં હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને તેના મળતિયા વકીલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બંનેની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા ધારાસભ્યની દિવાળી જેલમાં જ વીતી હતી તો દિવાળી બાદ હવે ઋતુ ચક્રમાં પરિવર્તન આવતું હોય જેથી તાવ અને શરદી જેવા રોગો સામાન્ય બની જતા હોય છે ત્યારે સબજેલમાં કેદ ધારાસભ્ય પરષોતમ સાબરીયાને પણ તાવ અને શરદી થતા તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી તેવી માહિતી સબજેલના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat