મોરબીમાં ગ્રામીણ ડાકસેવકોની હડતાલ, ધરણા કરી વિરોધ

સાતમાં પગારપંચની માંગ સાથે ગ્રામીણ ડાકસેવકો હડતાલ પર ઉતર્યા છે જે હડતાલના આજે સોળમાં દિવસે ડાકસેવકોએ પોસ્ટઓફીસ ખાતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.

મોરબી જીલ્લાના ગ્રામીણ ડાકસેવકો સાતમાં પગારપંચ સહિતના પડતર પ્રશ્નો અંગે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે અને વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જે હડતાલના આજે સોળમાં દિવસે ડાકસેવકોએ મુખ્ય પોસ્ટઓફીસ ખાતે ધરણા કર્યા હતા આજે એક દિવસના ધરણા અને વિરોધ કાર્યક્રમમાં ૪૦ થી વધુ ડાકસેવકો જોડાયા હતા અને માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો.

Comments
Loading...
WhatsApp chat