મોરબીમાં રન ફોર યુનિટી, એકતા શપથ અને માર્ચ પાસ્ટ યોજાશે

કલેકટર કચેરી સભાખંડ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૩૧ મી ઓકટોબર-૧૮ના રોજ મોરબી શહેર ખાતે ’’રન ફોર યુનિટી’’,’’એકતા શપથ’’ અને માર્ચ પાસ્ટના આયોજન સબંધે એક મીટીંગ યોજવામાં આવી હતી.

રન ફો યુનિટી કાર્યક્રમમાં શહેરના વિદ્યાર્થીઓથી માંડીને સિનીયર સીટીઝન દરેક નાગરિકો વધુમાં વધુ જોડાય તેવું આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. ’’રન ફોર યુનિટી’’ સવારે ૭-૦૦ કલાકે મોરબી નગરપાલિકા કચેરીએથી નિકળીને સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસસ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ ’’રન ફોર યુનિટી’’માં મોરબી શહેરના દરેક નાગરિકો ભાઇ-બહેનો જોડાય તેવી અપીલ કલેકટર દ્વારા કરવામાં આવી છે

આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેટકર કેતન જોશી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Comments
Loading...
WhatsApp chat