યુવાધનની બરબાદી, કારમાં ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો 

 

 

 

મોરબી જિલ્લો જાણે માદક પદાર્થોનું હબ બન્યો હોય તેમ છાશવારે ગાંજાનો જથ્થો ઝડપાય રહ્યો છે. હજુ એક સપ્તાહ પહેલા વાંકાનેરમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હતો. ત્યાં ફરી હળવદના કુભારપરામાંથી ગાંજાના જથ્થા સાથે એસઓજી પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે.

 

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે,હળવદના  કુભારપરામાં આરોપી વાલા પોપટભાઇ બાંભવા માદક પદાર્થ સાથે આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી કુભારપરા, ખોડીયાર માતાજીના મંદિર પાસે શકાસ્પદ કાર નબર જી.જે.૩૬ એસી ૭૭૮૨ રોકતા આરોપી વાલા પોપટભાઇ બાંભવા નીકળતા તેને અટકાવીને કારની તલાશી લીધી હતી. જેમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨૮૦ કીમત ૨૮૦૦તથા રોકડા રૂપીયા ૭૫૦તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂપિયા ૫૦૦૦ મળી આવ્યા હતા. જેથી પોલીસે કાર અને માદક પદાર્થના જથ્થા સહિત  કુલ રૂપિયા ૧૦,૦૮,૫૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ દરોડામાં પોલીસ ઇન્સપેકટર જે.એમ.આલ તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, પો.હેડ કોન્સ. રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર તથા પો.કોન્સ. સતિષભાઇ ગરચર,ભાવેશભાઇ મિયાત્રા તથા ડ્રા.પો.કો. અશ્વીનભાઇ લોખીલ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat