રૂડા નોરતા આવી પહોચ્યા, નવરાત્રીની તૈયારીને આખરી ઓપ video

માં જગદંબાની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા આવી પહોંચ્યા છે ત્યારે નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અર્વાચીન રાસ ગરબાની ઝાકમઝોળ વચ્ચે આજે પણ પ્રાચીન પરંપરાગત ગરબીનું આકર્ષણ જોવા મળી રહ્યું છે

મોરબીમાં પ્રાચીન ગરબીની વાત કરીએ તો મોરબીની સીટી પોલીસ લાઈન ઉપરાંત શક્તિ ચોક, મંગલ ભુવન ગરબી તેમજ ગાંધી ચોક સહિતના વિસ્તારમાં આજે પણ પ્રાચીન ગરબીનો દબદબો જોવા મળે છે તે ઉપરાંત મોરબીના ભવાની ચોકમાં ચાલુ વર્ષે ૫૦ માં વર્ષ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગોલ્ડન જ્યુબીલી ઉત્સવ નિમિતે દરરોજ વિવિધ કાર્યક્રમો ઉજવાશે

તો પ્રાચીન ગરબી ઉપરાંત મોરબીના વિવિધ પાર્ટી પ્લોટમાં અર્વાચીન ગરબા પણ જામે છે જેમાં રવાપર રોડ પર ઉમિયા નવરાત્રી મહોત્સવ તેમજ પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ મન મુકીને ઝૂમશે અને વિજેતાઓને વિવિધ ઇનામો આપવામાં આવતા હોય છે તો મોરબીમાં પ્રાચીન અને અર્વાચીન ગર્બીનો સમન્વય જોવા મળે છે અને અર્વાચીન ગરબાના યુગમાં પણ પ્રાચીન ગરબીઓમાં પણ જનમેદની ઉમટી પડતી હોય છે

જુઓ વિડીયો…………….

Comments
Loading...
WhatsApp chat