મોરબીની સિંચાઈ પેટા વિભાગ કચેરી અંગે આરટીઆઈ કરી માહિતી મંગાઈ

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ માહિતી અધિકાર નિયમ હેઠળ અરજી કરી કચેરી વિશે માહિતી માંગી

 

મોરબીના શનાળા રોડ પર આવેલ સિંચાઈ પેટા વિભાગ મોરબીની કચેરી અંગે માહિતી માંગવામાં આવી છે કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ આરટીઆઈ મારફત અરજી કરીને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર પાસે માહિતી માંગી છે

જે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ અરજી કરી માહિતી માંગવામાં આવી છે કે કચેરી માટે જમીન સંપાદન કરેલ હોય તેના એવોર્ડની ખરી નકલ અને ભાડા પેટે લીધેલ હોય તેની માહિતી આપવી, જે ખાતેદારની જમીન સંપાદિત કરી હોય તે ખાતેદારને ચુકવણી કરવામાં આવી હોય તેના આધાર અને પત્ર વ્યવહારની નકલ આપવી, કચેરીએ ખાતેદાર પાસે જમીનનો કબજો સંભાળ્યો તેના ચાર્જ લેનારની સહી સિક્કાવાળા કાગળની ખરી નકલ આપવી, કચેરી દ્વારા એવોર્ડ મુજબ મૂળ ખાતેદારના નામે કમી કરી કચેરીના નામે તબદીલ કરવા માટે મામલતદાર/તલાટી મંત્રીને જે પત્ર વ્યવહાર કર્યો તેના કાગળો આપવા જણાવ્યું છે

તે ઉપરાંત સંપાદિત થયેલ જમીન આપના નામે થઇ ગયેલ હોય તેના કાગળો માહિતી આપવી, લેન્ડ રેકર્ડ તલાટી મંત્રી કે રેવન્યુ શાખાના પ્રતિનિધિ દ્વારા કચેરી માટે જમીન સોપણી કરેલ હોય તેનું પંચ રોજકામ તથા માપણી શીટ માહિતી આપવી, હાલની સ્થિતિ મુજબ જમીનનો કબજો કોની પાસે છે અને તે જમીન સંપાદિત કરી છે તેના ગામના નમુના નં ૭/૧૨,૮-અ અને ૬ નંબરમાં કોના નામે છે તે તમામ રેકર્ડની માહિતી આપવી અને અગાઉ કોના નામે હતી તેની પણ માહિતી આપવી સહિતની માહિતી માંગવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat