આર.ટી.ઈ. પ્રવેશના ઓનલાઈન ફોર્મ ભરવાના સેન્ટરોની યાદી

મોરબી જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન કાયદા ગરીબ બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ થઇ ચુકી છે. મોરબી જિલ્લાની કુલ ૧૮૯  ખાનગી શાળાઓમાં ૨૫ ટકા જોગવાઈ મુજબ ૨૩૫૭  બાળકોની જગ્યાઓ માટે ફોર્મ ભરાશે.

મોરબી જિલ્લામાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવા માટે આજથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. તંત્ર દ્વારા ફોર્મ ભરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના આઠ સેન્ટરો પર ફોમ ભરવાની વ્યવસ્થા કરાઈ છે.જેમાં મોરબી શહેરમાં સામાકાંઠે ગેંડા સર્કલ નજીક બીઆરસી  ભવન, વીસી ફાટક નજીક આવેલ તાલુકા શાળા નંબર-૧ અને વૈભવનગરમાં આવેલ આંબાવાડી તાલુકા શાળામાં ખાતે ફોર્મ ભરાશે તથા ટંકારામાં ટંકારા કન્યા શાળા, હળવદમાં બીઆરસી ભવન,વાંકાનેરમાં રામકૃષ્ણ તાલુકા શાળા અને વાંકાનેર તાલુકા શાળા-૨ તેમજ માળિયામાં માળિયા તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભરાશે.તો આ સેન્ટરોનો લાભ લેવા શિક્ષણ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 જિલ્લાની કુલ ૧૮૯  શાળાઓમાં સરકારની ૨૫ ટકા જોગવાઈ હેઠળ ૨૩૫૭ બાળકોની જગ્યાઓ માટે ફોર્મ ભરાશે.જેમાં મોરબી તાલુકાની ૧૦૮ શાળાઓમાં ૧૫૨૧ જગ્યા, વાંકાનેર તાલુકાની ૩૨  શાળામાં ૪૧૩ જગ્યા, હળવદ તાલુકાની ૨૭  શાળામાં ૨૨૨ જગ્યા તથા ટંકારા તાલુકાની ૨૧ શાળાઓમાં ૧૯૧ જગ્યા અને માળીયા મિયાણા તાલુકાની ૧  શાળામાં ૧૦ જગ્યા પર ફોર્મ ભરાશે.

Comments
Loading...
WhatsApp chat