પુર અસરગ્રસ્તો માટે આરએસએસનું રાહત નિધિ સંગ્રહ અભિયાન સફળ થયું.

બે કલાકમાં મોરબીવાસીઓએ નવ લાખનું અનુદાન કર્યું

મોરબીવાસીઓએ પુર અસરગ્રસ્તો માટે રકમ એકત્ર કરવાના અભિયાનમાં બે કલાકમાં જ ૯ લાખનું અનુદાન કર્યું હતું. એકત્ર કરાયેલી ૯ લાખની રકમ સેવાભારતી ગુજરાતના માધ્યમથી પુર અસરગ્રસ્તોને સહાયતા માટે મોકલવામાં આવશે. સેવાભારતી ગુજરાત અંતર્ગત પુર અસરગ્રસ્તો માટે આરએસએસ દ્વારા રાહત નિધિ સંગ્રહ અભિયાન ચલાવાય છે જેમાં મોરબી શહેર આરએસએસ અને વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા આજે શહેરના ૧૦ જેટલા મુખ્યમાર્ગો પર રાહત નિધિ સંગ્રહ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં આરએસએસના અગ્રણીઓ, કાર્યકરો સહિતના આ સેવાકાર્યમાં જોડાયા હતા. અગાઉ જળ હોનારત અને ભૂકંપ જેવી કુદરતી આપદાનો સામનો કરનાર મોરબીવાસીઓ આવા સમયે દિલ ખોલીને અનુદાન આપતા હોય છે જે આજે પણ જોવા મળ્યું હતું.

 

 

 

Comments
Loading...
WhatsApp chat