



ગણેશચતૂર્થિ અને સંવત્સરી ઉત્સવ જેવા પવિત્ર દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-મોરબી જીલ્લા કેન્દ્રના નૂતન કાર્યાલય પ્રવેશ નિમિતે પૂજન વિધી તથા વૈદિક યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જીલ્લાનું નુતન કાર્યાલય કેશવ કુંજ, પંચવટી સોસાયટી ચિત્રકૂટ ચોક, પટેલ કન્યા છાત્રાલય રોડ ખાતે કાર્યરત થયું હોય જેના પ્રવેશ નિમિતે આયોજિત પૂજન વિધિ અને વૈદિક યજ્ઞમાં ક્ષેત્ર સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેશિયા, જીલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, નગર સંઘચાલક શૈલેષભાઈ ઝાલરિયા પરિવાર સહ ઉપસ્થિત રહી પૂજનમાં સહભાગી થયાં હતા. તેમજ આ તકે અન્ય અધિકારી ગણ તથા કાર્યકર્તા બંધુઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા



