Billboard ad 1150*250

માળિયા અસરગ્રસ્તને ૧૦ થી ૧૫ દિવસમાં ૨૨ કરોડનું વળતર ચૂકવી દેવાશે : કાંતિલાલ અમૃતિયા

0 393

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની યાદી જણાવે છે કે તાજેતરની અતિવૃષ્ટિમા ધારાસભ્ય\ની સવેદના અને સક્રિયતાથી તમામ પુરગ્રસ્તોને સમયસર કેશડોલ્સ મળી જાય તેવી તકેદારી રાખી હતી તેમજ નુક્સાનીનું પણ વળતર પણ લોકોને સમયસર મળી જવા પામ્યું છે. ઉપરાંત ધારાસભ્યએ પોતે પણ અંગત રસ લઇ પોતાના તરફથી રોકડ તથા રાશન કીટ વિતરણ કરી હતી.માળિયા તાલુકામાં જમીન ધોવાણ,ઉભા પાક નુકશાનના વળતર માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆત અન્વયે ત્વરિત સર્વે કરાવી વળતર ચૂકવવા અંગે કરેલ આગ્રહથી રાજ્ય સરકાર દ્વારા ૨૨ કરોડનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે રકમ ૧૦ થી ૧૫ દિવસમાં ચૂકવી આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat