મોરબી નગરપાલિકાને વેરા વસુલાત દ્વારા ૧૫.૭૬ કરોડની ધીંગી આવક

પાછલી અને ચાલુ વસુલાતની કુલ ૭૨.૪૯ ટકા કામગીરી

        વર્ષ ૨૦૧૮-૧૯ નાણાકીય વર્ષ પૂર્ણ થયું છે અને નવા નાણાકીય વર્ષના શ્રીગણેશ થયા છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા ગત વર્ષની વેરા વસુલાત કામગીરી કુલ ૭૨.૪૯ ટકા જેટલી રહી છે અને વેરા વસુલાત દ્વારા પાલિકાને કુલ ૧૫.૭૬ કરોડની આવક થવા પામી છે

        મોરબી નગરપાલિકામાં પાછલા બાકીનું માંગણું ૧૦.૫૯ કરોડ હોય તેમજ ચાલુ માંગણું રૂ ૧૧.૧૫ કરોડ મળીને કુલ ૨૧.૭૪ કરોડની વેરા વસુલાત માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં ૨૧૦ જેટલા આસામીઓને નોટીસ પાઠવી તેમજ ૨૦ સ્થળે મિલકત જપ્તી માટે ટીમ પહોંચી હતી જોકે સ્થળ પર જ આસામી દ્વારા વેરા વસુલાત માટે માંડવાળ કરવામાં આવી હતી

આમ માર્ચના અંત સુધીમાં મોરબી નગરપાલિકા દ્વારા પાછલી બાકી વસુલાત રૂ ૫.૪૩ કરોડ જયારે ચાલુ વસુલાત રૂ ૧૦.૩૩ કરોડ સહીત કુલ ૧૫.૭૬ કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે અને ચાલુ વસુલાતની ટકાવારી ૯૨.૬૬ ટકા જેટલી રહી છે જે કામગીરી સારી કહી સકાય તો પાછલી વસુલાત અને ચાલુ વસુલાતની સરેરાશ ટકાવારી ૭૨.૪૯ ટકા રહી છે અને મોરબી પાલિકાને કુલ ૧૫.૭૬ કરોડની વેરા વસુલાતની આવક થઇ છે

Comments
Loading...
WhatsApp chat