

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી રાજકોટના ઘંટેશ્વરના બુટલેગરો મારુતિ સ્વીફ્ટ કારમાં દારૂ લાઇ પસાર થનાર હોવાની ખાનગી બાતમીના આધારે આર આર સેલે હકીકતની જગ્યાએ વોચ ગોઠવતા ત્યાંથી પસાર થતી મારુતિકાર નમ્બર જીજે-૩ જેસી ૨૨ નંબરની ગાડીની તલાસી લેતા તેમાંથી માંથી વિદેશી દારૂની ૩૦૦ બોટલ મળી આવી હતી.જેની કીમત ૯૨૪૦૦ સ્વીફટ કાર કીમત ૫ લાખ અને બે મોબાઈલ ફોન કીમત ૯૦૦૦ એમ કુલ મળી ૬,૦૧,૪૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.આ કાર્યવાહીમાં ઘંટેશ્વરના બુટલેગર રાઘુવીરસિંહ કિરીટસિંહ ગોહિલ ઝડપાઇ ગયો હતા જ્યારે કિશોર મૂળચંદ સિંધી રહે-રાજકોટ અને અબ્દુલ રહે હિંમતનગર નામના શખ્સો પોલીસને હાથ લાગ્યા ન હતા.આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આર.આર.સેલની ટીમે દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને સોપવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.