આર.આર.સેલની ટીમે જુના હડમતીયા રોડ દરોડો કર્યો, જુગાર રમતા ચાર ઝડપાયા, ૨ નાશી છુટ્યા

ટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ પર આવેલ ક્સુન્દ્રો નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ૭૧ હજારથી વધુના મુદામાલ સાથે આર.આર.સેલની ઝડપી પાડ્યા હતા તો બે નાશી છુટ્યા હતા.

ટંકારાના જુના હડમતીયા રોડ પર આવેલ કસુન્દ્રો નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા નવધણ બચુંભાઈ ડાભી, કાળુંભાઈ બાબુભાઈ મકવાણા, કાળુભાઈ જેરામભાઈ સાલાણી અને રાહુલ દલપતરામભાઈ હંતેસરિયાને રોકડ રકમ ૮૩૦૦, મોબાઈલ નંગ -૪ કીમત રૂ. ૩૫૦૦ તથા મોટર સાઇકલ નંગ-૨ કીમત ૬૦૦૦૦ કુલ મુદામાલ ૭૧૮૦૦ સાથે આર.આર.સેલની ટીમે ઝડપી પાડ્યા હતા તો જીગ્નેશ ધીરુભાઈ બાબરિયા અને પરેશ વશરામ દેગામાં નાશી છુટ્યા હતા.આર.આર.સેલની ટીમે બંને પત્તાપ્રેમીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat