



મોરબીની ચિત્રકૂટ ટોકીઝ નજીકની દરગાહે ગયેલા દંપતીને રીક્ષા પાર્ક કરવા મુદે પિતા પુત્રએ માર માર્યો હતો અને બુટીની લૂંટ ચલાવી હતી તો સામાપક્ષે પણ વળતી ફરિયાદ કરી છે
મોરબીના વિસીપરાના રહેવાસી ગુલશનબેન અવેશ સંઘવાણી તેના પતિ સાથે ચિત્રકૂટ ટોકીઝ નજીકની દરગાહે રીક્ષામાં ફૂલ ચડાવવા ગયા હતા અને કલેકટર બંગલા બાજુમાં આવેલ મહેશ વૂડ લાઈનીંગ દુકાન પાસે રીક્ષા પાર્ક કરી હોય જે બાબતે બોલાચાલી કરી આરોપી અજીત મહેશ અને તેના પિતા મહેશભાઈએ બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી અને ફરિયાદીના કાનમાં પહેરેલ ૧ તોલાની બુટીની લૂંટ ચલાવી હતી તો ૨૦,૦૦૦ રોકડ ઝપાઝપી દરમિયાન પડી ગયા હતા જે તપાસ બાદ મળ્યા ના હતા તેવી ફરિયાદ નોંધાવી છે
જયારે સામાપક્ષે અજીત મહેશ પરમારે પોલીસમાં ફરિયાદ કરી છે કે આરોપી ઇકબાલ નામનો રીક્ષા ચાલક તેમજ ત્રણ અજાણ્યા મુસાફરોએ તેની મહેશ વૂડ લાઈનીંગ નામની દુકાન પાસે વુડ કામગીરી કરતા હોય અને ફરિયાદી રીક્ષામાં કામ કરતા હતા ત્યારે રીક્ષા ટ્રાફિકને નડતરરૂપ હોય અને ટ્રાફિક થતો હોય રીક્ષા હટાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાય જઈને તેને માર મારી લોખંડના પાઈપ ઝીંકી ઈજા પહોંચાડી તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઇસમોએ તેને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે



