માળીયામાં રેશનકાર્ડ-પુરવઠાની કામગીરી ઠપ્પ થતા લોકો લાચાર

હોનારતમાં રેકર્ડ-કોમ્પ્યુટર નાશ પામ્યા બાદ કામગીરી ટલ્લે

માળિયા પંથકમાં ગત તા. ૨૨-૦૭-૧૭ ના રોજ પુર હોનારત જેવી સ્થિતિમાં મામલતદાર કચેરીમાં પાણી ભરાઈ જવાથી રેકર્ડ અને કોમ્પ્યુટરને નુકશાની પહોંચી હતી જેને પગલે હજુ સુધી રેશન અને પુરવઠાને લગતી કામગીરી બંધ હોવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયાએ જણાવ્યું છે કે માળીયામાં હોનારતની સ્થિતિમાં મામલતદાર કચેરીમાં પાણી ભરાવવાને કારણે રેકર્ડ નાશ પામ્યા છે તેમજ કોમ્પ્યુટરનો નાશ થયા પછી હજુ સુધી રેકર્ડના અભાવે રેશન અને પુરવઠાને લગતી કામગીરી ચાલુ થઈ નથી. આ અંગે સંબંધિત અધિકારીને રજૂઆત કરતા ગ્રાન્ટના અભાવે નવા કોમ્પ્યુટર કે સાધન સામગ્રી લઇ સકાય તેમ નથી તેવા જવાબો મળ્યા છે ત્યારે જીલ્લા પંચાયત પ્રમુખ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા, મોરબી જીલ્લા કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ જાકાસણીયા સહિતની કોંગ્રેસની ટીમે પુરવઠાની તેમજ રેશનકાર્ડની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે. ભાજપની સરકાર વિવિધ તાયફા અને રોડ શો જેવા નાટકો બંધ કરે તો કોમ્પ્યુટર તેમજ જરૂરી સામગ્રી ખરીદી થઈ સકે તેમ હોવાનું જણાવીને પ્રજાહિતને પ્રાધાન્ય આપવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat