રોટરી ક્લબ ઓફ હળવદ ને અઢાર પ્રકારના ૧૮ એવોર્ડથી મળ્યું સન્માન

 

આખા વર્ષ દરમિયાન ક્લબ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રકારની સેવાકીય અને લોકઉપયોગી કામગીરી રોટરી ની બધીજ કલબો દેશ અને દુનિયામાં કરતી હોય છે. જેની નોંધ લઈને ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા રોટેરિયનો તથા કલબોને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાં માટે એક ભવ્ય સેરેમની નું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે.

જેમાં રોટરીના ચાલુ વર્ષ: ૨૦૧૭/૧૮ માં રોટરી ક્લબ ઓફ હળવદ મારફતે પણ ૧૨૧ જેવા નાના મોટા વિવિધ ક્ષેત્રના પ્રોજેક્ટો સફળતાથી સંપન્ન કરેલ.જે બદલ રોટરી/ રોટરેક્ટ/ ઈંનરવિલ કલબને અલગ અલગ પ્રકારના પ્લેટિનમ અને ગોલ્ડ સહિતના ૧૧+૬+૧=૧૮ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ.

રોટરી પરિવાર હળવદની દરેક કલબો ના હોદેદારો તેમજ સભ્યો અને દાતાશ્રીઓ એ તન,મન,ધનથી જે સાથ સહકાર પુરા વર્ષમાં આપ્યો હતો.
જેના હિસાબે જ આ સફળતા સાંપડી છે. તો આ તકે દરેક નો રોટરી પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ અને રોટરી સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા દ્વારા દિલથી આભાર વ્યક્ત કરતા ખુશી અને આનંદ ની લાગણી અનુભવાય છે.
 

Comments
Loading...
WhatsApp chat