

ચોમાસાની આ વરસાદી સિઝનમાં અને પછી મચ્છરના ઉપદ્રવ માં ખુબજ વધારો થતો હોય છે.જેને હિસાબે રોગચાળો ફાટી નીકળે છે અને દવાખાનાઓ ઉભરાતા હોય છે. વિદ્યાર્થીઓ ના અભ્યાસ ઉપર આવા કારણોસર માંદગીની અસર ના પડે અનેે અભ્યાસ નો બગડે એવા હેતુ થી રોટરી દ્વારા આ પ્રોજેકટ શિશુમંદિર માં અભ્યાસ કરતી અને હોસ્ટેલ માં રહેતી ૮૪ બાળાઓ ના બેડ ઉપર ઢાંકી શકાય એવી મચ્છરદાની આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું ડોનેશન ડો. બી. ટી. માલમપરા તરફથી આપવામાં આવ્યું હતું.આ પ્રોજેકટ માં પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદભાઇ પટેલ ટ્રેઝરર વાસુભાઈ પટેલ નરભેરામ ભાઈ અઘારા રમેશભાઈ ઝાલોરીયા ડો.બી.ટી.માલમપરા રાજેશભાઈ ઝાલા હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટ ને મનીષભાઈ દક્ષિણી એ સફળ બનાવ્યો હતો.