

દર વર્ષે ની માફક આ વર્ષે પણ દિપાવલી ના પર્વ ઉપર નાના માં નાનો માણસ પણ આવી કારમી મોંઘવારી માં મીઠાઈ આસાની થી ખરીદી શકે એવા હેતુ થી રોટરી દ્વારા મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના અસંખ્ય લોકો એ લાભ લીધો હતો.આ પ્રોજેક્ટ ના ખર્ચનું ડોનેશન હસમુખભાઈ વરમોરા શુભ લક્ષ્મી ગમ ગવાર ઇન્ડસ્ટ્રીઝ વાળા અને રોકાણ દીપકભાઈ જોશી વૈજનાથ ડેવલોપર્સ વાળા તરફથી કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ માં રોટરી પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા નરભેરામભાઈ અઘારા અને સભ્યો તથા આર. સી.સી.ક્લબ પ્રેસિડેન્ટ ચંદુભાઈ વૈષ્ણવ સેક્રેટરી એ. જી.રાવલ તથા સભ્યો એ સતત બે દિવસ ખડેપગે હાજર રહીને પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો.