મોરબી : રોહીદાસપરાના સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના રોહીદાસપરા વિસ્તારના એક સગીરે આજે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતદેહને પીએમ માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રોહીદાસપરા વિસ્તરના રહેવાસી પ્રેમજી મોહન સાગઠીયા (ઉ.વ.૧૭) નામના સગીરે આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સગીરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણી સકાયું નથી. બનાવની નોંધ કરી આ અંગે વધુ તપાસ બી ડીવીઝન પોલીસના ઈમ્તિયાઝ જામ ચલાવી રહયા છે

Comments
Loading...
WhatsApp chat