Billboard ad 1150*250

મોરબીના શોભેસ્વર રોડ પર યુવાનને રોકી માર માર્યા બાદ તેના ઘરે જઈને માર મારી ધમકી આપી

0 415

મોરબીના શોભેસ્વર રોડ પર આવેલ મફતિયા પરા વિસ્તારમાં મોટર સાઈકલ લઈને પસાર થવા બાબતે બોલાચાલી બાદ યુવાન સહિતનાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના શોભેસ્વર રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ સામે રહેતા તેજસભાઈ જીવરાજભાઈ મકવાણા (ઉ.૨૫) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે તે મોટર સાઈકલ લઈને મફતિયા પરા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી વિપુલ ઉર્ફે ટકો હિતેશ ભરવાડ એ મોટર સાઈકલ રોકી તેને એક રૂમમાં લઇ જઈ આરોપી વિપુલ ઉર્ફે હિતેશ ભરવાડ, સંજય ઉર્ફે ભૂરો ભરવાડ, દુદો ભરવાડ અને શૈલેશભાઈ ભરવાડએ એકસંપ કરી ફરિયાદી તેજસભાઈને માર મારી બાદમાં તેના રહેણાંક મકાને જઈ સાહેદોને માર મારી તેમજ સાહેદ કોકીલાબેનને આરોપી શૈલેશભાઈ ભરવાડે માથામાં ત્રિકમ માર તેમજ તમામ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat