તસ્કરોની દિવાળી, માટેલ રોડ પરથી ૧૦ મોબાઈલની ચોરી

વાંકાનેર તાલુકાના ઢુંવા-માટેલ રોડ ઉપર આવેલ મોબાઇલની દુકાનના શટર ઉચકાવી તસ્કરો એક લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન ચોરી કરી લઇ જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઢુંવા-માટેલ રોડ ઉપર રાધે હોટલ નીચે આવેલ જેનિલ મોબાઈલ નામની દુકાનના શટર ઉચકાવી તસ્કરો રૂપિયા ૧.૦૨,૩૦૩ ની કિંમતના જુદા-જુદા ૧૦ નંગ ફોન ચોરી કરી જતા આ મામલે મોરબી સીરામીક સિટીમાં રહેતા દુકાન મલિક કલ્પેશ હસમુખભાઈ પ્રજાપતિએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દિવાળીના તહેવારોમાં તસ્કરોએ પણ પોતાના શોખ પૂર્ણ કરવા મોબાઈલની દુકાનને નિશાન બનાવી હતી. વાંકાનેર તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોને દબોચી લેવા કવાયત આદરી છે.

Comments
Loading...
WhatsApp chat