

મોરબીના લૂંટાવદર ગામે ગત રાત્રીના તસ્કરોએ ધામા નાખ્યા હતા. તસ્કરોએ ગામમાં એકી સાથે ચાર ચાર મંદિરને નિશાન બનાવ્યા હતા. ગામમાં આવેલા રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર અને રામદેવપીર મંદિરમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી તો અન્ય એક દુકાનમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનો જાગી જતા તસ્કરો પથ્થરમારો કરીને નાસી ગયા હતા. ચોરીના બનાવની જાણ થતા તાલુકા પોલીસ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી છે.