

પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠા છે ત્યારે બહોળી સંખ્યામાં જન સમર્થન મળી રહ્યું છે અને ઠેર-ઠેર ધૂન-ઉપવાસ જેવા કાર્યક્રમો કરીને હાર્દિક પટેલને સમર્થન આપવામાં આવી રહ્યું છે.જેમાં ગત રાત્રીના શનાળા ગામના પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા રસ્તા રોકી થાળી-વેલણ વગાડીને હાર્દિક પટેલને સમર્થન આપવામાં આવ્યું હતું અને હાર્દિક પટેલ પટેલ તુમ આગે બઠો હમ તુમ્હારે સાથ હેના નારા લગાવવામાં આવ્યા હતા.
અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ઉપવાસ પર છે ત્યારે તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને હાર્દિક પટેલને મળવા હતા રોકવામા આવે છે.તેમજ રાજકીય, સામાજિક હસ્તીઓ તથા પાટીદાર સંસ્થામાં અગ્રણીઓએ હાર્દિક પટેલને મળીને સમર્થન આપી રહ્યા છે.
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો આપવા માટે ઠેર-ઠેર ઉપવાસ, ધૂન, યજ્ઞ કરવામાં અવી રહ્યા છે ત્યારે મોરબીના શનાળા ગ્રામની મહિલાઓ દ્વારા રાત્રીના થાળી-વેલણ લઈને રસ્તા રોકવામાં આવ્યા હતા અને અનામતની સહિતની માંગણી કરવામાં આવી હતી અને હાર્દિક પટેલને સમર્થન પ્રુરુ પાડવામાં આવ્યું હતી.