


માળિયા નજીક હાઈવે પર ટ્રકના ચાલકે બોલેરોને પાછળથી ઠોકર મારતા આગળ ઉભેલા ટ્રકમાં બોલેરો ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે જયારે અન્યને ઈજા પહોંચી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામના રહેવાસી લખાભાઈ બોઘાભાઈ સુસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક નં જીજે ૧૨ એયુ ૯૧૦૬ ના ચાલકે સુરજબારી પુલ નજીક ફરિયાદીના ભત્રીજાની બોલેરો કારને ઠોકર મારતા બોલેરો કાર આગળ ઉભેલ ટ્રક સાથે ડાબી જતા ફરિયાદીના ભત્રીજા લીલાભાઈ કાલાભાઈ ભરવાડનું મોત નીપજ્યું છે જયારે બોલેરો સવાર અન્યને ઈજા પહોંચી છે અને અકસ્માત બાદ આરોપી નાસી ગયાનું જાણાવ્યું છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે