માળીયાના સુલતાનપુર નજીકના વિશાલનગર ગામનો રસ્તો બિસ્માર, ડામર રોડની માંગ


માળિયા તાલુકાના વિશાલનગર ગામનો રોડ અતિ બિસ્માર હોય જેથી તાકીદે ડામર રોડ બનાવવામાં આવે તેવી માંગ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કરવામાં આવી છે
સુલતાનપુર ગ્રામ પંચાયત સરપંચ હીરાબેન વિડજાએ ડીડીઓને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે માળિયાના સુલતાનપુરમાંથી જુદું પડેલ ગામ વિશાલનગર ગામે ડામર રોડ બનાવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે અને આ ગામના રોડ મામલે અનેક રજુઆતો કરેલ છે વિશાલનગર ગામ ૧૮ વર્ષથી સુલતાનપુર ગામથી જુદું પાડેલ છે ચોમાસે કાદવ કીચડ ઉભરાય છે અને વાહન વ્યવહાર બંધ થઇ જતા હોય છે જેથી ગ્રામજનોની હાલાકીને ધ્યાને લઈને ગામનો ડામર રોડ તાકીદે બનાવવાની માંગ કરી છે