



મોરબીના રફાળેશ્વર અને પાનેલી ગામને જોડતો રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય જે રોડ બનાવવા માટે તંત્રને રજૂઆત કરીને ગ્રામજનો થાકી ગયા છે પરંતુ હજુ રોડ બનાવવાનું તંત્રનું કોઈ આયોજન ના હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે
મોરબીના રફાળેશ્વરથી પાનેલી સુધીનો રોડ અતિશય બિસ્માર હોય જે મામલે આગાઉ અનેક રજુઆતો કરવામાં આવી છે તો તાજેતરમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ પ્રશ્ન ઉઠાવાયો છે છતાં તંત્ર પાસે ગ્રામજનોના પ્રશ્ન માટે સમય ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને આ મામલે રજુઆતો કરી ગ્રામ પંચાયત અને ગ્રામજનો થાકી ચુક્યા હોય ત્યારે રોડ ક્યારે બનશે અને બનશે કે નહિ તેવા સવાલો ઉઠી રહ્યા છે



