હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં રસ્તા રોકો આંદોલન

હળવદ સરા ચોકડી પાસે શાકભાજી  રોડ પર ઢગલાકરી મોંઘવારી નુ પુતળુ સળગાવી ભાજપ સરકાર વિરુદ્ધ નારા  લગાવીને  વિરોધ દર્શાવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહીને  40 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી.આ કાર્યક્રમમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ડો કે એમ રાણા, શૈલેશભાઈ દવે , હેમાંગભાઈ રાવલ,  વાશુભાઈ પટેલ તથા જીલ્લા પંચાયત તાલુકા પંચાયત પાલિકાના કોગ્રેસ ચુંટાયેલા સદસ્ય ઓ ઉપસ્થિત રહયા હતા

ચકકાજામ ને ધ્યાનમાં લઈહળવદ પોલીસ દ્વારા ચુસ્તબદોબસ્ત ગોઠવાયો, જેમાં હળવદ પીઆઈ એમ, આર, સોલંકી, 4 પી એસ આઈ, 40 પોલીસ જવાનો સહીત ના કાફલો ગોઢવી દેવામાં આવ્યો હતો

 

 

 

Comments
Loading...
WhatsApp chat