માણાબા હાઈવેથી ચીખલી સુધીનો રસ્તો બિસ્માર, અકસ્માતનો ઝળુંબતો ભય

માણાબા હાઈવેથી ચીખલી સુલતાનપુર સુધીનો રસ્તો ખુબ જ બિસ્માર હાલતમાં હોવાથી આ રસ્તેથી માણાબા, વિજયનગર, ચીખલી, સુલતાનપુર, વિશાલનગર સહિતના છ ગામોને જોડતા રસ્તા પરથી નિયમિત હજારો વાહનચાલકો પસાર થઈ રહ્યા છે. પરંતુ બિસ્માર રોડને પગલે વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રસ્તામાં મસમોટા ગાબડા પડી ગયા હોવાથી વાહન ચલાવવું માથાના દુખાવા સમાન બની રહે છે. આ રસ્તા પરથી નાના વાહન પણ ચાલી સકે તેવી સ્થિતિ ના હોવાથી નાગરિકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક મોટરસાયકલ ચાલકો આ રસ્તે વાહન ચલાવતા અકસ્માતનો ભોગ બનતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે બિસ્માર રોડ અંગે સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચ હીરાબેન એ. વિડજાએ  મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેરને પત્ર પાઠવીને માણાબા હાઈવેથી ચીખલી સુલતાનપુર સુધીના બિસ્માર રોડને રીપેરીંગ કરવાની માંગ કરવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat